Bhajan Name- Aaj Mara Mandiriyama Mahale Shrinathji Bhajan Lyrics ( આજ મારા મંદિરીયામાં મ્હાલે શ્રીનાથજી, भजन लिरिक्स )
Bhajan Lyric-
Bhajan Singer-Sachin Limaye
Music Label-
આજ મારા મંદિરીયામાં મ્હાલે શ્રીનાથજી,
જો ને સખી કેવા રૂમઝુમ ચાલે શ્રીનાથજી
આજ મારા II
જશોદાજીના જાયાને નંદના દુલારા,
મંગળાની ઝાંખી કેવી આપે શ્રીનાથજી…
આજ મારા
ઝરકતી ઝામો પહેરી ઉભા શ્રીનાથજી,
જગતના છે સાથે સાચા સુખી શ્રીનાથજી…
આજ મારા II
મોહનમાળા મોતીવાળી ઝરી શ્રીનાથજી,
પુષ્પની માળા પર જાઉં વારી શ્રીનાથજી…
આજ મારા II
શ્રીનાથજીના પાયે ઝાંઝર શોભે શ્રીનાથજી,
સ્વરૂપ દેખે મુનીવરના મન લોભે શ્રીનાથજી…
આજ મારા મંદિરીયામાં II
ભાવ ધરી ભજુ તમને બાલકૃષ્ણ લાલજી,
વૈષ્ણવજનને અતિ ઘણા વ્હાલા શ્રીનાથજી…
આજ મારા II
શ્રી વલ્લભના સ્વામીને અંતરયામી,
દેજો અમને વ્રજમાં વાસ શ્રીનાથજી…
આજ મારા II