Bhajan Name- Haveli Bandhavi Dav Hari Tara Bhajan Lyrics ( હવેલી બંધાવી દઉં, શ્રીજી તારા નામની भजन लिरिक्स )
Bhajan Lyric-
Bhajan Singer-Sachin Limaye
Music Label-
હવેલી બંધાવી દઉં, શ્રીજી તારા નામની,
ધજાઓ ફરકાવી દઉં, હરિ તારા ધામની,
રેતીએ પ્રેમની લાવી, હું તો લાવી સ્નેહની ઈંટો,
રેડી મેં લાગણીઓ મેં, ચણાવી છે ભાવની ભીંતો,
દિવાલો રંગાવી દઉં, ગોકુળિયા ગામની,
ધજાઓ ફરકાવી દઉં, હરિ તારા નામની,
હવેલી બંધાવી
માનવતણાં ફળીયે આ, બોલાવ્યા મેં દેવોને,
સતસંગને અપનાવીને, છોડી ને કુટેવો ને,
હૃદયમાં કંડારી દઉં, મુરત શ્રીનાથ ની,
ધજાઓ ફરકાવી દઉં, હરિ તારા ધામની,
હવેલી બંધાવી